Skip to main content

રસોઈ કા રાજા ઠગ ? ( How IPO and Bank Loan fraud has taken place by an expert)

 રસોઈ કા રાજા ઠગ  ?  

( How IPO and Bank Loan fraud has taken place by an expert)

IPC ૪૨૦ - ઠગાઈ ની કલમ છે .

ભારત એક ખેતી પ્રધાન દેશ છે , ૬૦% વસ્તી ખેતી પર નભે છે એમાંથી ખાસ કરીને નોર્થ ઇન્ડિયા ના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા , બિહાર , ઉત્તર પ્રદેશ . ઘઉં અને ચોખા ત્યાંના મુખ્ય પાકો .

૧૯૯૬ મા કૃષ્ણ નગરી મથુરા મા એક rice mill નો પાયો નંખાય છે ૨૦૧૩ મા યુદ્ધ નગરી બક્સર , બિહાર મા wheat mill નો શંખનાદ થાય છે . કુલ પ્રોસેસીંગ કૅપેસિટી ૩ લાખ ટન વર્ષે , ઘઉં અને ચોખા માટેની. ગરીબ ખેડૂત ના મનમાં આશા જાગે છે કે ફેક્ટરી આવાથી અમને સારો ભાવ મળશે . વળી પાછું , પ્રોડક્ટ નું નામ પણ 'રસોઈ કા રાજા' બ્રાન્ડ .

 


Usher એગ્રો કંપની ના MD & CFO છે વી.કે.ચતુર્વેદી , જે એક C A છે એટલે ભેજું તો ગજબ નું . IPO આવે છે ૨૦૦૬ મા .  વર્ષ ૨૦૦૫ મા વેચાણ ૩૮ કરોડ અને ૨૦૧૦ મા ૩૪૨ કરોડ , હનુમાન કૂદકો કેમકે ડ્રાઈવર એક શેતાની દિમાગ વાળા હતા . સંસ્થા ISO ૯૦૦૧:૨૦૦૦, HACCP સર્ટિફાય , એટલે ગુણવતા નું તો જોવાનું જ નહિ ! વળી પાછી સ્ટોક માર્કેટ મા લિસ્ટેડ, એટલે સૌથી વધુ ઓડિટ થાય અને નાણાકીય ગેરરીતિ નો કોઈ અવકાશ જ ના હોય , શ્રેષ્ઠ ઓડિટર , ડિરેક્ટર મા IAS અધિકારીઓ , દેશ વિદેશ ના કૃષિ નિષ્ણાંતો , આર્થિક નિષ્ણાંતો , એટલે જોરદાર ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ , માર્કેટ અવેરનેસ હોય જ . મુંબઈ જે આર્થિક રાજધાની કહેવાય છે ત્યાંની બેંકો ધડાધડ ટર્મ લોન, સી સી , ઓ ડી , વર્કિંગ કેપિટલ લોન , LC આપી . મળતિયાઓને કોર્પોરેટ ગેરંટી થી પણ લોન આપી .

હવે ખેલ શરુ થાય છે ,ઉદાહરણ તરીકે,  ૩ કરોડ નું મશીન ૫ કરોડ મા ખરીદવું , હલકી ગુણવતા ના માલ ને સારો માલ ગણી ઊંચું વેલ્યૂએશન કરાવવું , નફો વધારવો , સ્ટોક રિપોર્ટ ખોટો આપવો , બોગસ ખરીદી ને વેચાણ બતાવવું , એક બીજા ની કંપની મા transaction કરવા, બોગસ lorry receipt બનાવવાઈ , consortium bank ની જાણ બહાર બીજા ખાતા ખોલવા , પૈસા ટ્રાન્સફર કરી લેવા , લેણદાર અને દેવાદાર સામસામે ચોપડે સેટ ઑફ કરી દેવા , વગેરે ટીકડામ્બાજી કરી નાખી અને છેલ્લે હપ્તા ભરવામાં હાથ ઉંચા કરી દીધા .

2018 મા પ્રમોટર નો હિસ્સો ૧૫% , બેંકો નો ૫૦% આમ જનતા નો ૩૫% . ૧૫ બેંકો ના રૂપિયા ૧૫૦૦ કરોડ ડૂબ્યા , રૂપિયા ૨૦ કરોડ બીજા લેણદારો  અને કર્મચારીઓના પગાર ના જેમની સંખ્યા 150 થી વધુ છે .

હવે liquidation /insolvency ના કેસો ચાલે છે NCLT મા .

પણ , ઘોડો તબેલા માંથી છૂટ્યા પછી તાળું મારવાનો અર્થ રહેતો નથી. પાછું બેંકો એમનું નાક બચાવવા કહે છે કે અમારા કર્મચારીઓ એ તો નીતિ નિયમ મુજબ જ કામ કરેલ છે , છેવટે પૈસા કોના લૂંટાયા ? આપણા , આમ જનતા ના . તેથી જયારે પણ કોઈ ની સાથે ધંધા મા જોડાઈએ ત્યારે કંપની ની વાસ્તવિક સિસ્ટમ કેવી છે , નિયત કેવી છે તેનું એક્સપર્ટ જોડે due diligence કરાવવું ખુબ જરૂરી છે , IPO વખતે RHP નો અભ્યાસ જરૂરી છે નહીંતર પૈસા ડૂબવાના ૧૦૦% ચાન્સ છે .debt restructuring પ્લાન થી આપણને કશો લાભ થતો નથી . અત્યારે કંપની ની માર્કેટ કેપ ૧૦ કરોડ પણ નથી રહી અને જમીન મશીન વેચો તો ૧૦૦ કરોડ પણ આવે એમ નથી.

એટલે આપણી ટીમ મા હંમેશા સાચું બોલનાર વ્યક્તિ ને પાસે રાખવા જોઈએ અને એના મંતવ્યો ને એક વાર ધ્યાને ચોક્કસ આપવા જોઈએ .  

                    ઇકુચી નો ટહુકો - '' લોભિયા નું ધન ધુતારા ખાય ''




CA Siddharth Bhatt      #            Issue/Bank Loan/ 16

9601661265        ikuchiadvisory@gmail.com

Comments

  1. This is a fact but until the last stage it is difficult to identify which company is genuine e.g. Yes Bank, many of Anil Dhirubhai Ambani Group companies

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ? (Cost Saving ideas to increase profit)

  Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ?   (Cost Saving ideas to increase profit) રાજુ ભાઈ ના બે ધંધા છે . ( ૧ ) એન્જિનિરીંગ પાર્ટ પિસ્ટન અને પુલી manufacturing ( ૨ ) Testing & કન્સલ્ટન્સી ઓફ એન્જિનિરીંગ . જેમ કે , Density ટેસ્ટ , Material કોમ્પોઝિશન ટેસ્ટ , વગેરે . બંને યુનિટ સેપરેટ છે, રાજકોટ મા ત્રિલોક engineering ના નામથી . પાછલા વર્ષે ટર્ન ઓવર ૫૦ કરોડ હતું અને નફો ૫ કરોડ ચોપડા ઉપર . આ વર્ષે ૫૦ % ધંધા down છે અને ખર્ચા તો એટલા જ રહ્યા છે ખાલી material purchase ઓછું થયું છે .   રાજુ ભાઈ એન્જીનીરીંગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે , પણ ધંધા ની બીજી બાબતો મા expert નહિ , હવે આ સમય મા ન તો ધંધો વધે છે ન તો ખર્ચો ઘટે છે , ભાવ વધારે લઇ શકાય એમ નથી , જુના કર્મચારીઓ ને કાઢી શકાય એમ નથી તો આ બધી મર્યાદા વચ્ચે મારી પાસે નફાકારકતા કઈ રીતે વધારી શકું ? અમે ચર્ચા મા કહ્યું શું રાજુ ભાઈ તમે તમારા બંને વ્યવસાય મા waste management ઉપર ધ્યાન આપ્યું ...

ચાઇના મને કેમ આકર્ષે છે ?