Skip to main content

Black & White: મારું ક્રેડિટ રેટિંગ કેટલું છે ? (What’s your Credit Rating )

 મારું ક્રેડિટ રેટિંગ કેટલું છે ?       (What’s your Credit Rating )

Mango Sip પણ સન્ની દેઓલ જોડે , મજા આવી ગઈ . મનપસંદ beverages લિમિટેડ , બરોડા બેઝ કંપની છે . ૨૦૧૨ મા ટર્ન ઓવર રૂપિયા 85 કરોડ હતું , ૨૦૧૬ મા ૫૦૦ કરોડ પ્લસ !!! Private Equity આવ્યું , IPO આવ્યો ને ૧૦૦૦ કરોડ થી વધુ ફંડ લઇ લીધું. પછી GST ના દરોડા પડ્યા ને share price રૂપિયે આવી ગઈ . આનો case study ફરી ક્યારેક કરીશું પણ આજે Credit Rating મુદ્ધે સમજવું છે .

એક સમયે CRISIL A કેટેગરી નું rating આપ્યું હતું પણ વ્યવસ્થિત વિગતો મળતાં અને મેનેજમેન્ટના ના કહેવાથી રેટિંગ withdraw કરી લીધું , એવું Infomerics credit rating agency જોડે થયું , ૨૦૦ કરોડ થી વધુ ટર્મ લોન લેવાનો ઈરાદો હતો .

શું કોઈ રમત રમાઈ ગઈ ? credit rating અને credit score ની કેમ જરૂર પડી અને એનાથી કોને ફાયદો થયો અને કોને નુકસાન ?

 


બેઝિકલી , ક્રેડિટ રેટિંગ એટલે જયારે કંપનીઓને બેંક માંથી લોન લેવાની જરૂર હોય છે ત્યારે બેંકો કંપનીને કેહતી હોય છે કે independent rating agency જોડે થી રેટિંગ કરાવી લો , જો individual હોય તો credit score કરાવવાનું કહે છે , અમેરિકાની દેન છે બંને.

બેંક અને જે લોન આપનાર છે તેઓ સુનિશ્ચિત કરવા માંગતા હોય છે કે કંપની કે વ્યક્તિની credibility સારી છે કે નહિ . તેથી રેટિંગ agency વિવિધ પાસાઓ નો અભ્યાસ કરે છે જેમ કે માર્કેટ પરિસ્થિતિ , કંપની નું મેનેજમેન્ટ કેવું છે , કંપની ની ફાઇનાન્શ્યલ પોઝિશન કેવી છે , દેવું ચૂકવી શકશે કે કેમ, નફાકારકતા કેવી છે , પ્રોફેશનલ લોકો છે કે કેમ , સપ્લાયર , કસ્ટમર કેવા છે , સિસ્ટમ છે કે કેમ , timely payment થાય છે કે કેમ જોવે છે. આના આધારે A , B , C જેવા grade આપે એટલે ખબર પડે કે outlook stable છે positive છે કે negative .આવી રીતે જયારે individual લોન લેવા જઈએ એટલે CIBIL નો રિપોર્ટ જોવાય , લોન ભલે ને home loan હોય કે auto loan કે credit card , FICO Score નામની પદ્ધતિ થી માર્ક આપવામાં આવતા હોય છે ૩૦૦ થી ૧૦૦૦ ની range મા , good , average , poor ની રિમાર્ક થાય છે ,વધુ માર્ક એટલી ક્રેડિટ સારી કહેવાય , લોન સરળતાથી મળે, ઓછા વ્યાજે મળે .

પણ ઘણી વાર નૈતિકતા નેવે મૂકી રેટિંગ ની ખરીદી થતી હોય છે ને સરવાળે કંપની ડૂબે છે , agency નું નામ ખરડાય છે , બેન્ક એટલે કે લોકો ના પૈસા ડૂબી જાય છે . પણ જો genuine રીતે રેટિંગ કરાવીએ તો આપણે ક્યાં છે તેની ખબર પડે , ક્યાં સુધારવાનો આવકાશ છે , external factor તો આપણા હાથ મા નથી પણ કંપની નું આંતરિક માળખું , મેનેજમેન્ટ , નાણાકીય પરિસ્થિતિ તો આપણા કંટ્રોલ મા છે , તેથી systematic અને પ્રોફેશનલ મેનેજમેન્ટ કરીએ તો ક્રેડિટ Score ૧૦૦% ઊંચો આવે અને આપણી પ્રતિષ્ઠહા વધે છે ને લોકો આપણામાં પૈસા રોકવા તૈયાર થાય છે .  

આપણા દેશ મા પાઘડી ની કિંમત હોય છે એટલે કે એક વાર જબાન આપી દીધી પછી એનું પાલન થતું હોય છે , પણ સમય ની સાથે એકબીજા પ્રત્યે વિશ્વનીયતા ઘટતી ગઈ અને ક્રેડિટ રેટિંગ નો ઉદય થતો ગયો . અને આવનારા સમય મા સારા વેપારીઓ જેને ઉધારે માલ વેચશે એના પેલા તે વેપારી નું પણ ક્રેડિટ રેટિંગ કરાવશે પ્રોફેશનલ જોડે થી. તેથી આપણે બાબતો શરૂઆત થી સજાગ અને તૈયાર રહીએ તો ખુબ લાભ થશે.

ઇકુચી નો ટહુકો - '' પ્રાણ જાયે પર વચન જાયે  ''

 CA Siddharth Bhatt           #               Issue/Credit Rating/ 15


Comments

Popular posts from this blog

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ? (Cost Saving ideas to increase profit)

  Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ?   (Cost Saving ideas to increase profit) રાજુ ભાઈ ના બે ધંધા છે . ( ૧ ) એન્જિનિરીંગ પાર્ટ પિસ્ટન અને પુલી manufacturing ( ૨ ) Testing & કન્સલ્ટન્સી ઓફ એન્જિનિરીંગ . જેમ કે , Density ટેસ્ટ , Material કોમ્પોઝિશન ટેસ્ટ , વગેરે . બંને યુનિટ સેપરેટ છે, રાજકોટ મા ત્રિલોક engineering ના નામથી . પાછલા વર્ષે ટર્ન ઓવર ૫૦ કરોડ હતું અને નફો ૫ કરોડ ચોપડા ઉપર . આ વર્ષે ૫૦ % ધંધા down છે અને ખર્ચા તો એટલા જ રહ્યા છે ખાલી material purchase ઓછું થયું છે .   રાજુ ભાઈ એન્જીનીરીંગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે , પણ ધંધા ની બીજી બાબતો મા expert નહિ , હવે આ સમય મા ન તો ધંધો વધે છે ન તો ખર્ચો ઘટે છે , ભાવ વધારે લઇ શકાય એમ નથી , જુના કર્મચારીઓ ને કાઢી શકાય એમ નથી તો આ બધી મર્યાદા વચ્ચે મારી પાસે નફાકારકતા કઈ રીતે વધારી શકું ? અમે ચર્ચા મા કહ્યું શું રાજુ ભાઈ તમે તમારા બંને વ્યવસાય મા waste management ઉપર ધ્યાન આપ્યું ...

રસોઈ કા રાજા ઠગ ? ( How IPO and Bank Loan fraud has taken place by an expert)

 રસોઈ કા રાજા ઠગ  ?   ( How IPO and Bank Loan fraud has taken place by an expert) IPC ૪૨૦ - ઠગાઈ ની કલમ છે . ભારત એક ખેતી પ્રધાન દેશ છે , ૬૦% વસ્તી ખેતી પર નભે છે એમાંથી ખાસ કરીને નોર્થ ઇન્ડિયા ના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા , બિહાર , ઉત્તર પ્રદેશ . ઘઉં અને ચોખા ત્યાંના મુખ્ય પાકો . ૧૯૯૬ મા કૃષ્ણ નગરી મથુરા મા એક rice mill નો પાયો નંખાય છે ૨૦૧૩ મા યુદ્ધ નગરી બક્સર , બિહાર મા wheat mill નો શંખનાદ થાય છે . કુલ પ્રોસેસીંગ કૅપેસિટી ૩ લાખ ટન વર્ષે , ઘઉં અને ચોખા માટેની. ગરીબ ખેડૂત ના મનમાં આશા જાગે છે કે ફેક્ટરી આવાથી અમને સારો ભાવ મળશે . વળી પાછું , પ્રોડક્ટ નું નામ પણ 'રસોઈ કા રાજા' બ્રાન્ડ .   Usher એગ્રો કંપની ના MD & CFO છે વી.કે.ચતુર્વેદી , જે એક C A છે એટલે ભેજું તો ગજબ નું . IPO આવે છે ૨૦૦૬ મા .   વર્ષ ૨૦૦૫ મા વેચાણ ૩૮ કરોડ અને ૨૦૧૦ મા ૩૪૨ કરોડ , હનુમાન કૂદકો કેમકે ડ્રાઈવર એક શેતાની દિમાગ વાળા હતા . સંસ્થા ISO ૯૦૦૧:૨૦૦૦, HACCP સર્ટિફાય , એટલે ગુણવતા નું તો જોવાનું જ નહિ ! વળી પાછી સ્ટોક માર્કેટ મા લિસ્ટેડ, એટલે સૌથી વધુ ઓડિટ થાય અને નાણા...

ચાઇના મને કેમ આકર્ષે છે ?