Skip to main content

Black & White: It’s a Deal !! Then Sign the Term Sheet ( કરારનામું સ્ટાર્ટ અપ નું )


It’s a Deal !! Then Sign the Term Sheet - કરારનામું સ્ટાર્ટ અપ નું .

આજે એક સ્ટાર્ટ અપ ની વાત કરવી છે . એક સાહસિક યુવાન , હંમેશા અવનવા વ્યંજનો ની લિજ્જત માણવાનો ખુબ શોખ, વ્યવસાયે ડૉક્ટર પણ ખાણીપીણી ની બાબતો માં નિપુણ . વર્ષો પેહલા , સમીસાંજે એ એમના પરિવાર સાથે માણેકચોક જાય છે - બા દાદા, બાળકો , પત્ની , નાની બહેન , દરેક ની અલગ ચોઈસ - પીઝા, ભેળ, વડાપાઉં , પાણી પુરી ..... બધું જીભ ને ગમે પણ હેલ્થ ને ખરાબ અસર કરે અને એમાંથી વિચાર જન્મ્યો મોર્ડર્ન પરાઠા એક્સપ્રેસ નો , એવી વાનગી કેમ ના બનાવીએ જે બધા લોકો ને ભાવે , ફાવે અને વ્યાજબી હોય . બસ આ વિચાર સાથે ડોમિનોઝ , KFC ની જેમ ફ્રેન્ચાઈઝ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ખોલવાનું શરુ કર્યું - આ છે સ્ટાર્ટ અપ .


યુવા ને ધંધા નો અનુભવ ન હોય અને આકાશ ને આંબવું હોય , પણ કઈ રીતે ? મૂડી મર્યાદિત, બેંક લોન આપે નહિ , આઈડિયા વૈશ્વિક કક્ષા નો , હવે રસ્તો કઈ રીતે કાઢવો ? ત્યારે અમારી મુલાકાત થઇ અને સ્ટાર્ટ અપ નું સંચાલન કઈ રીતે થાય , Private Equity , Venture Capital , Term Sheet નો પરિચય આપ્યો .

સ્વાભાવિક છે કે કોઈ તમારા સપના માં રોકાણ કરતુ હોય તો રીટર્ન ની અપેક્ષા હોય જ , સામે તરફ ઇનોવેટર ને એ ચિંતા હોય કે મારો આઈડિયા બીજું કોઈ ચોરી ન જાય અને પછી બંને  પક્ષો વચ્ચે Transaction Advisor  નીમાય છે જે ટર્મ શીટ બનાવે છે એટલે કે કરાર નામું , બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાર . મુખ્યત્વે તેમાં નીચેની શરતો અમે ધ્યાનમાં લીધેલી હતી .

(૧) ઇન્વેસ્ટર કેટલા કરોડ નું રોકાણ કરવાનો છે (૨) કઈ રીતે અને કેટલા સમય માં કરશે (૩) ધંધા નું valuation કઈ રીતે કરવું (૪) કર્મચારીઓ ને shares આપવા કે કેમ (૫) Due Diligence  કઈ રીતે કરાવવું (૬) મુખ્ય અધિકારીઓ ની નિમણુંક ની રૂપ રેખા (૭) ધંધા નું લીગલ સ્ટેટ્સ કેવું રહશે (૮) નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (૯) બોર્ડ ઉપર કોણ રહશે (૧૦) છૂટા કઈ રીતે થવું અને ક્યારે થવું (૧૧) નફા ની વહેચણી કઈ રીતે થશે (૧૨) ઓડિટર ની નિમણુંક (૧૩) બીજા ઇન્વેસ્ટર ને આમંત્રણ આપવું કે કેમ (૧૪) ધંધો બંધ કરવો પડે તો કઈ રીતે (૧૫) પ્રોગ્રેસ રિપોર્ટ નું માળખું (૧૬) આ બધી વિધિ કરવાના ખર્ચ કોણ ભોગવશે ….. વગેરે બાબતો સમાવેશ કરેલ હતી.

એટલે કે જયારે પણ સ્ટાર્ટ અપ વિષે આગળ વધીએ ત્યારે આ પાસાઓ નું ધ્યાન રાખવું જરૂરી બંને છે પછી ભલે આપણે ઇનોવેટર હોઈએ કે ઇન્વેસ્ટર , Transaction Advisor ને સાથે રાખી આ પ્રવુતિ કરીએ તો આ ભાગીદારી સુવ્યવસ્થિત ચાલવાની શક્યતા વધી જાય છે .

આજે જયારે અમે મળીએ છીએ ત્યારે એ યુવા મને ચોક્કસ કહે છે કે એક સાચો મિત્ર અને સાચો સલાહકાર ભાગ્યે જ મળતાં હોય છે અને હવે તે યુવા બીજા સાહસ તરફ ઝંપલાવી રહ્યો છે .

In India , more than 100 start up deals are happening and it ranges from Rs.1 Cr to 1,000 Cr in Health, Education, Technology, Food, etc sectors.


ઇકુચી નો ટહુકો - '' લખેલું વંચાય  ''


*story line suitably modify to make it presentable. 



CA Siddharth Bhatt   #   Issue/Start Up/ 17        Contact: ikuchiadvisory@gmail.com

Comments

Popular posts from this blog

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ? (Cost Saving ideas to increase profit)

  Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ?   (Cost Saving ideas to increase profit) રાજુ ભાઈ ના બે ધંધા છે . ( ૧ ) એન્જિનિરીંગ પાર્ટ પિસ્ટન અને પુલી manufacturing ( ૨ ) Testing & કન્સલ્ટન્સી ઓફ એન્જિનિરીંગ . જેમ કે , Density ટેસ્ટ , Material કોમ્પોઝિશન ટેસ્ટ , વગેરે . બંને યુનિટ સેપરેટ છે, રાજકોટ મા ત્રિલોક engineering ના નામથી . પાછલા વર્ષે ટર્ન ઓવર ૫૦ કરોડ હતું અને નફો ૫ કરોડ ચોપડા ઉપર . આ વર્ષે ૫૦ % ધંધા down છે અને ખર્ચા તો એટલા જ રહ્યા છે ખાલી material purchase ઓછું થયું છે .   રાજુ ભાઈ એન્જીનીરીંગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે , પણ ધંધા ની બીજી બાબતો મા expert નહિ , હવે આ સમય મા ન તો ધંધો વધે છે ન તો ખર્ચો ઘટે છે , ભાવ વધારે લઇ શકાય એમ નથી , જુના કર્મચારીઓ ને કાઢી શકાય એમ નથી તો આ બધી મર્યાદા વચ્ચે મારી પાસે નફાકારકતા કઈ રીતે વધારી શકું ? અમે ચર્ચા મા કહ્યું શું રાજુ ભાઈ તમે તમારા બંને વ્યવસાય મા waste management ઉપર ધ્યાન આપ્યું ...

રસોઈ કા રાજા ઠગ ? ( How IPO and Bank Loan fraud has taken place by an expert)

 રસોઈ કા રાજા ઠગ  ?   ( How IPO and Bank Loan fraud has taken place by an expert) IPC ૪૨૦ - ઠગાઈ ની કલમ છે . ભારત એક ખેતી પ્રધાન દેશ છે , ૬૦% વસ્તી ખેતી પર નભે છે એમાંથી ખાસ કરીને નોર્થ ઇન્ડિયા ના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા , બિહાર , ઉત્તર પ્રદેશ . ઘઉં અને ચોખા ત્યાંના મુખ્ય પાકો . ૧૯૯૬ મા કૃષ્ણ નગરી મથુરા મા એક rice mill નો પાયો નંખાય છે ૨૦૧૩ મા યુદ્ધ નગરી બક્સર , બિહાર મા wheat mill નો શંખનાદ થાય છે . કુલ પ્રોસેસીંગ કૅપેસિટી ૩ લાખ ટન વર્ષે , ઘઉં અને ચોખા માટેની. ગરીબ ખેડૂત ના મનમાં આશા જાગે છે કે ફેક્ટરી આવાથી અમને સારો ભાવ મળશે . વળી પાછું , પ્રોડક્ટ નું નામ પણ 'રસોઈ કા રાજા' બ્રાન્ડ .   Usher એગ્રો કંપની ના MD & CFO છે વી.કે.ચતુર્વેદી , જે એક C A છે એટલે ભેજું તો ગજબ નું . IPO આવે છે ૨૦૦૬ મા .   વર્ષ ૨૦૦૫ મા વેચાણ ૩૮ કરોડ અને ૨૦૧૦ મા ૩૪૨ કરોડ , હનુમાન કૂદકો કેમકે ડ્રાઈવર એક શેતાની દિમાગ વાળા હતા . સંસ્થા ISO ૯૦૦૧:૨૦૦૦, HACCP સર્ટિફાય , એટલે ગુણવતા નું તો જોવાનું જ નહિ ! વળી પાછી સ્ટોક માર્કેટ મા લિસ્ટેડ, એટલે સૌથી વધુ ઓડિટ થાય અને નાણા...

ચાઇના મને કેમ આકર્ષે છે ?