It’s a Deal !! Then Sign the Term Sheet - કરારનામું સ્ટાર્ટ અપ નું . આજે એક સ્ટાર્ટ અપ ની વાત કરવી છે . એક સાહસિક યુવાન , હંમેશા અવનવા વ્યંજનો ની લિજ્જત માણવાનો ખુબ શોખ, વ્યવસાયે ડૉક્ટર પણ ખાણીપીણી ની બાબતો માં નિપુણ . વર્ષો પેહલા , સમીસાંજે એ એમના પરિવાર સાથે માણેકચોક જાય છે - બા દાદા, બાળકો , પત્ની , નાની બહેન , દરેક ની અલગ ચોઈસ - પીઝા, ભેળ, વડાપાઉં , પાણી પુરી ..... બધું જીભ ને ગમે પણ હેલ્થ ને ખરાબ અસર કરે અને એમાંથી વિચાર જન્મ્યો મોર્ડર્ન પરાઠા એક્સપ્રેસ નો , એવી વાનગી કેમ ના બનાવીએ જે બધા લોકો ને ભાવે , ફાવે અને વ્યાજબી હોય . બસ આ વિચાર સાથે ડોમિનોઝ , KFC ની જેમ ફ્રેન્ચાઈઝ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ખોલવાનું શરુ કર્યું - આ છે સ્ટાર્ટ અપ . યુવા ને ધંધા નો અનુભવ ન હોય અને આકાશ ને આંબવું હોય , પણ કઈ રીતે ? મૂડી મર્યાદિત, બેંક લોન આપે નહિ , આઈડિયા વૈશ્વિક કક્ષા નો , હવે રસ્તો કઈ રીતે કાઢવો ? ત્યારે અમારી મુલાકાત થઇ અને સ્ટાર્ટ અપ નું સંચાલન કઈ રીતે થાય , Private Equity , Venture Capital , Term Sheet નો પરિચય આપ્યો . સ્વાભાવિક છે કે કોઈ તમારા સપના માં રોકાણ કરતુ હોય તો રીટર્ન ની અપેક્ષા હ...
રસોઈ કા રાજા ઠગ ? ( How IPO and Bank Loan fraud has taken place by an expert) IPC ૪૨૦ - ઠગાઈ ની કલમ છે . ભારત એક ખેતી પ્રધાન દેશ છે , ૬૦% વસ્તી ખેતી પર નભે છે એમાંથી ખાસ કરીને નોર્થ ઇન્ડિયા ના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા , બિહાર , ઉત્તર પ્રદેશ . ઘઉં અને ચોખા ત્યાંના મુખ્ય પાકો . ૧૯૯૬ મા કૃષ્ણ નગરી મથુરા મા એક rice mill નો પાયો નંખાય છે ૨૦૧૩ મા યુદ્ધ નગરી બક્સર , બિહાર મા wheat mill નો શંખનાદ થાય છે . કુલ પ્રોસેસીંગ કૅપેસિટી ૩ લાખ ટન વર્ષે , ઘઉં અને ચોખા માટેની. ગરીબ ખેડૂત ના મનમાં આશા જાગે છે કે ફેક્ટરી આવાથી અમને સારો ભાવ મળશે . વળી પાછું , પ્રોડક્ટ નું નામ પણ 'રસોઈ કા રાજા' બ્રાન્ડ . Usher એગ્રો કંપની ના MD & CFO છે વી.કે.ચતુર્વેદી , જે એક C A છે એટલે ભેજું તો ગજબ નું . IPO આવે છે ૨૦૦૬ મા . વર્ષ ૨૦૦૫ મા વેચાણ ૩૮ કરોડ અને ૨૦૧૦ મા ૩૪૨ કરોડ , હનુમાન કૂદકો કેમકે ડ્રાઈવર એક શેતાની દિમાગ વાળા હતા . સંસ્થા ISO ૯૦૦૧:૨૦૦૦, HACCP સર્ટિફાય , એટલે ગુણવતા નું તો જોવાનું જ નહિ ! વળી પાછી સ્ટોક માર્કેટ મા લિસ્ટેડ, એટલે સૌથી વધુ ઓડિટ થાય અને નાણા...