Skip to main content

શું કરું - Loan , Private Equity , IPO કે Own Fund ? (Best way to raise money to expand my business )

 

Black & White - શું કરું - Loan , Private Equity , IPO કે Own Fund ?

(Best way to raise money to expand my business )

 

મારા ધંધાકીય જરૂરિયાત માટે આમાથી કયો best option છે ?

OYO Room , Big basket  મા Soft Bank રોકાણ કરે છે , Flip cart ને Wall mart ને વેચી દેવાય છે -તેના ભાગ રૂપે સચિન બંસલ શેઠ તરીકે છૂટા થાય છે , આદિત્ય બિરલા રિટેલ મા એમેઝોન રોકાણ કરે છે , સિમ્ફની લિમિટેડ Debt Free IPO વાળી કંપની છે , રિલાયન્સ ને દેવામુક્ત થવું છે, King Fisher બેંક લોન મા ડૂબી ગઈ .

એટલે કે દરેક ધંધા ની જરૂરિયાત અલગ હોય છે કોઈ એક સ્ટ્રેટેજી ચાલે. પણ હા ઘણા વર્ષો થી આપણે ત્યાં પ્રાયવેટ ઇક્વિટી નો ટ્રેન્ડ ચાલે છે અને વધશે કારણ કે અમેરિકા , કેનાડા , યુરોપ , જાપાન મા વ્યાજદર નહિવત છે અને તે લોકો પાસે પુષ્કળ ફંડ છે હવે તેનો ક્યાં ઉપયોગ કરાય જેથી વધુ રીટર્ન છૂટે , જવાબ છે ભારત મા .


PE ના પોતાના ફાયદા- ગેરફાયદા છે , લોકો માટે તમારો બિઝનેસ રોકાણ માટે નું માધ્યમ છે, સારું રીટર્ન મળશે પછી હિસ્સો બીજાને વેચી દેશે , જો તમે સારું સંચાલન કરતા હશો તો વાંધો નહિ નહીંતર એમની અપેક્ષા પ્રમાણે પર્ફોર્મ નહિ કરે તો ધંધા ના માલીક ને પણ પાણીચું આપી દેશે એટલે કે તમે તમારી સ્વતંત્રતા ગીરવે મૂકી દીધી , એકદમ પ્રોફેશનલ - અમેરિકન ની જેમ (પ્રોફેસનાલીઝ્મ અને સ્વાર્થીપણા મા ફરક છે), હા , તમારા ધંધા મા મૂડી રોકશે એટલે નફો વહેચવો પડશે પણ જો સારો વેપાર ચાલતો હોય તો સરળતાથી ફંડ મળી જાય લાંબા ગાળા માટે , જો મારે PE કરવું છે તો લોકો મારા ધંધા નો પ્રકાર, વિકાસ ની સંભાવના, સિસ્ટમ , આંતરિક માળખું , ટેક્સ સિનારિયો , આર્થિક પરિસ્થિતિ ઈકોનોમી ની , વગેરે બાબતો ઝીણવટપૂર્વક તપાસીને મૂડી રોકે .

તો બીજી બાજુ તમે લોન લો તો બેંક મિલકત ગીરવે મુકાવે , પર્સનલ ગેરંટી લે , નિયમિત દેવું ચૂકવવું પડે પણ તમે તમારી રીતે ધંધો કરવા સ્વતંત્ર રહો , રોજ બરોજ ના કામ કાજ મા ચંચુ પાત ન કરે . અને જો IPO લાવું તો મૂડી વિપુલ પ્રમાણ મા મળે પણ સામે નાનામ નાની વાત શેરહોલ્ડર ને જાહેર કરવી પડે .

કોરોના પછી ના સમય મા ધંધાદારી લોન લેવાનું ટાળશે અને PE તરફ નો ઝુકાવ વધશે પણ તે માટે આપણું બિઝનેસ મોડેલ લાજવાબ હોવું જોઈએ , વળતળ દેખાવું જોઈએ તો PE રોકાણ કરે . પણ જો ખરેખર પોતાને અને ધંધા ને આત્મનિર્ભર બનાવવો હોય તો બાહ્ય દેવા ટાળવા જોઈએ અને મેક્ઝીમમ નફા નું રીઇનવેસ્ટમેન્ટ ધંધા મા કરવું જોઈએ જેથી સતત ધંધા નો વિકાસ થતો રહે.

વળી, આપણે ઇન્ડિયનો લાગણીશીલ વધુ હોઈએ છીએ , જો દશેરા સાયકલ ની પણ પૂજા કરતા હોઈએ , ચોપડાપૂજને લાલ ખાતાવહી ને તિલક કરતા હોઈએ ત્યારે બીજું કોઈ આપણા લોહી થી સિંચેલ ધંધા ને એકધમ વેપાર ની માનસિકતાથી ટ્રીટ કરે ત્યારે આપણા થી સહન થાય કે આપણા વર્ષો ના સંબંધો કર્મચારીઓ જોડે, ગ્રાહક જોડે, સપ્લાયર જોડે કાળક્રમે PE મા નાશ પામે , લોન ચૂકવીએ તો ધંધો લીલામ કરી દે , IPO લાવીએ તો નાની ભૂલ થી બરતરફ કરી દે, તો શ્રેષ્ઠ વિકલ્પ છે કે ઓછું દેવું , પ્રાઇવેટ રેહવું , નફાનું પુનઃ રોકાણ કરતા રેહવું ને આનંદ થી ધંધો કરતા રેહવો .

વિશ્વ મા એવી સંસ્થો પણ છે જે આજે પણ પ્રાઇવેટ છે ને ધમધોકાર વિકસે છે - ફક્ત આંતરિક શક્તિઓ ને ઓળખી હરણફાળ ભરવાની હોય છે પણ જો તમારી પાસે ફાજલ નાણાં પડેલ હોય ને તો યોગ્ય start up કે પ્રાઇવેટ બિઝનેસ મા પૈસા રોકી શકાય અને એઝ મૅન્ટર, સલાહકાર તરીકે તમારી એક્સપર્ટનેસ /નિપુણતા યુવા સાહસિકો ને આપી શકો તો તમને પણ સારું રીટર્ન મળશે, આત્મસંતોષ થશે અને રોજગારી નું સર્જન થશે .

 

                              ઇકુચી નો ટહુકો - '' દેવું કરી ઘી ના પીવાય ''


CA Siddharth Bhatt             #                   Issue/PE/ 12

Comments

  1. Thanks ka, materinya sangat bermanfaat sekali buat aku. Aku suka banget ^^ Silakan cek Situs IDN Poker Terbesar di Asia

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Black & White - Why Family Business Fails (નવી પેઢી અમને તારશે કે ડુબાડશે ?)

Why Family Business Fails   (નવી પેઢી અમને તારશે કે ડુબાડશે ?)  In India and around the world, 80% businesses are Family Run ( પેઢી ), out of that only 30% are lucky to grow in 2 nd Generation and 10% in 3 rd Gen and such business employs 70% of the work force !                               a big responsibility on their shoulders .… Well, It’s true that every family wants to grow their business as they love and care for it but not able to transform/succeed from next generation onwards. Why these happens ? We have analyzed the reasons for failure and it’s mainly because :- (1) Lack of Succession Planning  (2) Lack of Vision (3) Poor Working System (4) Low Professionalism (5) Conflict in ownership and remuneration structure (6) Division of Assets , etc. In India, very few family business are able to cor...

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ? (Cost Saving ideas to increase profit)

  Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ?   (Cost Saving ideas to increase profit) રાજુ ભાઈ ના બે ધંધા છે . ( ૧ ) એન્જિનિરીંગ પાર્ટ પિસ્ટન અને પુલી manufacturing ( ૨ ) Testing & કન્સલ્ટન્સી ઓફ એન્જિનિરીંગ . જેમ કે , Density ટેસ્ટ , Material કોમ્પોઝિશન ટેસ્ટ , વગેરે . બંને યુનિટ સેપરેટ છે, રાજકોટ મા ત્રિલોક engineering ના નામથી . પાછલા વર્ષે ટર્ન ઓવર ૫૦ કરોડ હતું અને નફો ૫ કરોડ ચોપડા ઉપર . આ વર્ષે ૫૦ % ધંધા down છે અને ખર્ચા તો એટલા જ રહ્યા છે ખાલી material purchase ઓછું થયું છે .   રાજુ ભાઈ એન્જીનીરીંગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે , પણ ધંધા ની બીજી બાબતો મા expert નહિ , હવે આ સમય મા ન તો ધંધો વધે છે ન તો ખર્ચો ઘટે છે , ભાવ વધારે લઇ શકાય એમ નથી , જુના કર્મચારીઓ ને કાઢી શકાય એમ નથી તો આ બધી મર્યાદા વચ્ચે મારી પાસે નફાકારકતા કઈ રીતે વધારી શકું ? અમે ચર્ચા મા કહ્યું શું રાજુ ભાઈ તમે તમારા બંને વ્યવસાય મા waste management ઉપર ધ્યાન આપ્યું ...

ચાઇના મને કેમ આકર્ષે છે ?