Black & White: Brand બનાવવી કઈ રીતે ? (How to create Brand Image)
Apple ની માર્કેટ વૅલ્યુ 2 trillion US $ થઇ , ભારત ની 3 trillion US $ GDP છે !!!
આ બ્રાન્ડ બની કઈ રીતે ?
Brand એ કઈ રાતો રાત ઉભી નથી થતી હોતી અને જે રાતો રાત ઉભી થાય છે તે એટલી જ ઝડપ થી બેસી પણ જાય છે. બ્રાન્ડ એટલે કે સંસ્થા ની એક આગવી ઓળખ ઉભી કરવી , ગ્રાહક એ વસ્તુ ખરીદવા જાય એટલે તમારી જ વસ્તુ નો સામેથી આગ્રહ રાખે એ બ્રાન્ડ .
બ્રાન્ડ બનાવવા પાછળ વિવિધ પરિબળો ભાગ ભજવતા હોય છે જેમ કે , દવા બનાવવાના special right , patent હોય, સોના ચાંદી ના વેપારી હોઈએ તો પેઢીઓ થી કસ્ટમર તમારી દુકાને જ આવે , ગાડી બનાવતા હોય તો નાના કારખાનેદારો બીજા હરીફો કરતા તમારું જ જોબ વર્ક કરવાને પ્રાથમિકતા આપે, ખાણીપીણી નો વ્યવસાય હોય તો ઢોસા ની ઉત્તમ ક્વોલિટી ના લીધે તમારે ત્યાં લાઈન લાગતી હોય, બાયપાસ સર્જરી માટે તમે સ્પેશ્યલ સ્કિલ ધરાવતા ડૉક્ટર હોવ, તમારી જાહેરાત લલચામણી હોય છે જેથી ગ્રાહકો ને મેગી જ દેખાય, મેનેજમેન્ટ નો અભિગમ કર્મચારીઓ પ્રત્યે સારો છે તેથી દરેક નું સપનું છે google મા કામ કરવું , વગેરે.
Branding
Factor:
|
o Special Rights / TM/ Logo |
o
Internal System (SOP) |
|
o
Customer -
Loyalty |
o
Location |
|
o Experience |
o
Business Nature |
|
o
Supplier -
Loyalty |
o
Competition |
|
o
Quality |
o
Management
Attitude |
|
o
Marketing
Strategy |
o
Specialty of
Product |
આમ, વિવિધ પાસાઓ ભેગા થાય ત્યારે એક મજબૂત બ્રાન્ડ બનતી હોય છે ને તેની માટે મેનેજમેન્ટ ની ઈચ્છા શક્તિ અને સુદ્રઢ ધંધા નું આંતરિક માળખું પદ્ધતિસર કાર્ય કરે ઉપરાંત અસરકારક માર્કેટિંગ કરે તો ચોક્કસ તમારી સંસ્થા પણ brand બની શકે છે .
હવે પ્રશ્ન ઉભો થાય કે મારી કંપની ની brand value જાણવી કઈ રીતે ?
તો એના માટે વિવિધ પદ્ધતિઓ વિકસિત થયેલી છે જેમ કે Cost Based Approach , Market Based Approach , Future Income Approach વગેરે . PE Ratio , ROI થી પણ મજબૂતાઈ નો ખ્યાલ આવતો હોય છે.
સામાન્ય બિઝનેસ ની Brand Value નથી હોતી .
customer તમારી product માટે બીજી કંપની કરતા કેટલા વધુ પૈસા આપવા તૈયાર થાય છે તેના આધારે અને customer ની loyalty થી Brand value નો ખ્યાલ આવે .
એટલે કે આજના સમય મા સારો નફો રળવો હશે તો brand બનાવવી જ પડે.
દ.ત. Meggi , Tanishq , SKF , 3M , AMUL ,
GIFT City - બ્રાન્ડ કહેવાય .
ઇકુચી નો ટહુકો - ''
રામ ના નામે પથ્થર પણ તરી જાય છે.''
CA Siddharth Bhatt
#
Issue/Brand Factor/ 13

Comments
Post a Comment