Skip to main content

ધંધાદારીએ રાજકારણ થી દૂર રેહવું કે નજીક રેહવું ? (Why Businessmen should stay away from Politics)

ધંધાદારીએ રાજકારણ થી દૂર રેહવું કે નજીક રેહવું  ?  

(Why Businessmen should stay away from Politics)


તાજેતરમાં રાજસ્થાન ની Hydropower Infrastructure Company મા IT ની સર્ચ થઇ, તો પ્રિયંકા જી ના પતિ રોબર્ટ ની કંપની મા IT - ED - CBI વગેરે વિભાગો ગેરરીતિ ના આક્ષેપો લગાવી રોજ બરોજ ના ધંધા ને ખલેલ પોંહચાડે છે. તો બીજી બાજુ રાહુલ બજાજ, નંદન નિલેકાની, અમિતાભ બચ્ચન જેવા મોટા ગજાના વ્યયસાયિકો રાજકારણ મા ઊંધે માથે પછડાયા છે ને કારકિર્દી મા પણ અસર પડી હતી .

બે બાબતો ઉદાહરણ થી સ્પષ્ટ થાય છે કે () કંપની તરીકે હંમેશા political સ્ટેન્ડ લેવું નહિ () વેપારીએ રાજકારણી બનવાના વિચાર સુદ્ધા કરવો નહિ ધંધા ની સાથે.

કારણકે ધંધો કરવો એક અલગ વસ્તુ છે ને પોલિટિક્સ અલગ છે. બિઝનેસ મા મારી () operational efficiency () organized system () risk & reward ફિલસૂફી () Stakeholder () marketing () leadership અલગ રીતે કામ કરતી હોય છે જયારે રાજકારણ મા ફક્ત men power અને money power ચાલે છે. એટલે કે બિઝનેસ મા રિસ્પેક્ટ મળવી જોઈએ તમારા કામથી અને જાહેર જીવન મા લોકો નો પ્રેમ અને લાગણી મળવી જોઈએ - બંને એક સાથે ભાગ્યેજ આવે. ધંધા ના નિર્ણયો બંધબારણે લેવાના હોય છે જયારે રાજકારણ મા ૨૪ કલાક મીડિયા તમારી પાછળ લાગેલું રહે છે. તેથી જેટલા પણ બિઝનેસ મેન જાહેર જીવન મા સફળ થયા છે તો તેમાં તેમનું પૂરતું હોમ વર્ક, યોગ્ય મિજાજ , યોગ્ય ટીમ, કાર્યકરો નો સાથ અને સહકાર પાયાની જરૂરિયાત છે.

પરંતુ ધંધો ને રાજકારણ એક સાથે શક્ય નથી , ભલે રાજકીય પાર્ટી વ્યવસાયીઓ ને એમના લાભ માટે ફોસલાવે પણ દુરી બનાવવી સારી. ઓફિસે મા કયારેય પણ સેક્સ, ધર્મ અને રાજનીતિ ની ચર્ચા કરાય કેમ કે ત્રણેય બાબતો વ્યક્તિગત opinion વાળી છે ને બંને પક્ષ સાચા રહેવાના એટલે dispute ઉભો થાય ને તે પર્સનલ લી લઇ લેવામાં આવે છે. તેથી બાવાના બેય બગડે .અને જેવી અફવાઓ જોર પકડે એટલે ગ્રાહકો તમારાથી દૂર થતા જાય જો તમે કોઈ વિરોધી પક્ષ ની સાથે હોવ તો અને અંદર ના સ્ટાફ પણ ભાંગતોડ ની પ્રવુતિ મા લાગી જાય. અને સરકાર બદલાય એટલે સત્તા મા રહેલ સરકાર તમારી પાછળ પડી જાય (સાપ જાય ને લિસોટા રહી જતા હોય છે ).

તેથી આપણે જો કોઈ policy related opinion હોય તો Political & media lobbying માટે third party agency ઓર PR  professional  નીમવા જોઈએ જેથી આપણું કામ પણ થઇ જાય અને વિવાદ મા પણ ના આવીએ કારણ કે રાજનીતિ full time કાર્યક્ષેત્ર છે પાર્ટ ટાઈમ ના ચાલે (કોઈપણ પક્ષ નો બિલ્લો ના લાગવો જોઈએ).

my experience in both fields says For long term survival of Business and Politics only Ethical approach is best suited.

so, it's all about your business management strategy which path to select.

ઇકુચી ના ચાબખા ✌- 

''બિનઅનુભવી રાજકારણી જોવું હોય તો અમેરિકા નું ઉદાહરણ આજે યોગ્ય છે. બીજી બાજુ ભારત નું અનુભવી રાજકારણ જોઈ લો . પરંતુ JRD Tata અને Gandhi ની ખોટ તો રહેશે .’’


CA Siddharth Bhatt         #         Issue/Politics/9


Comments

Popular posts from this blog

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ? (Cost Saving ideas to increase profit)

  Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ?   (Cost Saving ideas to increase profit) રાજુ ભાઈ ના બે ધંધા છે . ( ૧ ) એન્જિનિરીંગ પાર્ટ પિસ્ટન અને પુલી manufacturing ( ૨ ) Testing & કન્સલ્ટન્સી ઓફ એન્જિનિરીંગ . જેમ કે , Density ટેસ્ટ , Material કોમ્પોઝિશન ટેસ્ટ , વગેરે . બંને યુનિટ સેપરેટ છે, રાજકોટ મા ત્રિલોક engineering ના નામથી . પાછલા વર્ષે ટર્ન ઓવર ૫૦ કરોડ હતું અને નફો ૫ કરોડ ચોપડા ઉપર . આ વર્ષે ૫૦ % ધંધા down છે અને ખર્ચા તો એટલા જ રહ્યા છે ખાલી material purchase ઓછું થયું છે .   રાજુ ભાઈ એન્જીનીરીંગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે , પણ ધંધા ની બીજી બાબતો મા expert નહિ , હવે આ સમય મા ન તો ધંધો વધે છે ન તો ખર્ચો ઘટે છે , ભાવ વધારે લઇ શકાય એમ નથી , જુના કર્મચારીઓ ને કાઢી શકાય એમ નથી તો આ બધી મર્યાદા વચ્ચે મારી પાસે નફાકારકતા કઈ રીતે વધારી શકું ? અમે ચર્ચા મા કહ્યું શું રાજુ ભાઈ તમે તમારા બંને વ્યવસાય મા waste management ઉપર ધ્યાન આપ્યું ...

રસોઈ કા રાજા ઠગ ? ( How IPO and Bank Loan fraud has taken place by an expert)

 રસોઈ કા રાજા ઠગ  ?   ( How IPO and Bank Loan fraud has taken place by an expert) IPC ૪૨૦ - ઠગાઈ ની કલમ છે . ભારત એક ખેતી પ્રધાન દેશ છે , ૬૦% વસ્તી ખેતી પર નભે છે એમાંથી ખાસ કરીને નોર્થ ઇન્ડિયા ના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા , બિહાર , ઉત્તર પ્રદેશ . ઘઉં અને ચોખા ત્યાંના મુખ્ય પાકો . ૧૯૯૬ મા કૃષ્ણ નગરી મથુરા મા એક rice mill નો પાયો નંખાય છે ૨૦૧૩ મા યુદ્ધ નગરી બક્સર , બિહાર મા wheat mill નો શંખનાદ થાય છે . કુલ પ્રોસેસીંગ કૅપેસિટી ૩ લાખ ટન વર્ષે , ઘઉં અને ચોખા માટેની. ગરીબ ખેડૂત ના મનમાં આશા જાગે છે કે ફેક્ટરી આવાથી અમને સારો ભાવ મળશે . વળી પાછું , પ્રોડક્ટ નું નામ પણ 'રસોઈ કા રાજા' બ્રાન્ડ .   Usher એગ્રો કંપની ના MD & CFO છે વી.કે.ચતુર્વેદી , જે એક C A છે એટલે ભેજું તો ગજબ નું . IPO આવે છે ૨૦૦૬ મા .   વર્ષ ૨૦૦૫ મા વેચાણ ૩૮ કરોડ અને ૨૦૧૦ મા ૩૪૨ કરોડ , હનુમાન કૂદકો કેમકે ડ્રાઈવર એક શેતાની દિમાગ વાળા હતા . સંસ્થા ISO ૯૦૦૧:૨૦૦૦, HACCP સર્ટિફાય , એટલે ગુણવતા નું તો જોવાનું જ નહિ ! વળી પાછી સ્ટોક માર્કેટ મા લિસ્ટેડ, એટલે સૌથી વધુ ઓડિટ થાય અને નાણા...

ચાઇના મને કેમ આકર્ષે છે ?