Skip to main content

ધંધા ની નફાકારકતા અને પ્રોડક્ટિવિટી વધારવા નો શ્રેષ્ઠ રસ્તો કયો ? ( key to increase productivity and Profitability of Business)

 
ધંધા ની નફાકારકતા અને પ્રોડક્ટિવિટી વધારવા નો શ્રેષ્ઠ રસ્તો કયો ?

( key to increase productivity and Profitability of Business)

Toyota , Asian Paints , Cadila જેવી સંસ્થાઓ મા એવું તો શું છે જે તેમની નફાકારકતા અને પ્રોડક્ટિવિટી વધારે છે , કર્મચારીઓ ગર્વ થી કહે છે કે હું કંપની મા કામ કરું છું , મારી કંપની છે ને ખુશ છું .

આવું કઈ રીતે થાય ? (how it happen)

 શું તેમનો પગાર વધારે છે ? ના !    શું ઓછું કામ છે ? ના !    શું રજા વધારે છે ? ના !   તો પછી રહસ્ય શું છે ?  રહસ્ય છુપાયેલું છે Employee Engagement  Activity (EEA )

અમે આ કામ કરેલ છે ને એના અનુભવ ના આધારે અને વૈશ્વિક સ્તરે સાબિત થયેલ છે કે  જે સંસ્થો મા staff welfare ને લગતી પ્રવુતિઓ સમયાંતરે કરવામાં આવે છે તેવી સંસ્થા માર્કેટ મા સારું પર્ફોર્મ કરે છે અને ખુશહાલ વાતાવરણ હોય છે. જેમ આપણે આપણા પરિવાર , મિત્રો સાથે હરવા ફરવા જઈએ છીએ તો કેવા રિચાર્જ થઈએ છીએ તેવી રીતે કંપની પણ એક પરિવાર છે ને સમયાંતરે કર્મચારીઓ ને પણ રિફ્રેશ થવું જોઈએ .

મેનેજમેન્ટ ની દ્રષ્ટિએ પણ આને રોકાણ સમજવું જોઈએ નહિ કે ખર્ચો ! વળી આમા ઓછા ખર્ચે વધુ વળતળ મળે છે. HR Department દર મહિને, મહિને ને વાર્ષિક કાર્યક્રમો ગોઠવી શકે . જેવા કે Brain Storming day , Special days , Work place party , Family get to gather , corporate events , Training , Charity days , festival celebration , વગેરે...

 

બધી પ્રવુતિ કરવાનો મુખ્ય આશય overall growth કરવાનો છે. ૭૦% મેનેજમેન્ટ માને છે કે હા અમને ફાયદો થયો છે. જેમ કે , સ્ટાફ ની નિયમિત હાજરી વધી છે, દુર્ઘટના ઓછી થઇ છે, ઉત્પાદકતા / કાર્યક્ષમતા મા વધારો થયો છે, રાજીનામાં ઓછા થયા છે, પગાર વધારાની બૂમો ઓછી થઇ છે, ભૂલો ઓછી થાય છે, વાતાવરણ પ્રફુલ્લિત રહે છે , લડાઈ ઝઘડા ઘટ્યા છે, એક બીજા વિભાગો અને સીનીઅર જુનિયર ના સંબંધો વધુ સારા થયેલ છે , કો-ઓર્ડિનેશન પ્રોપર થાય છે, એક બીજા પ્રત્યે વિશ્વાસ  કેળવાય  છે ,તણાવ ઘટે છે ને સ્વાથ્ય સારું રહે છે,  ક્રેએટિવિટી વધે છે .પોતાનાપણા નો અનુભવ થાય છે, સંસ્થા ના goal / target અચિવ કરવામાં સરળતા રહે છે. કર્મચારીઓ અને તેમના પરિવાર જનો સંસ્થા અને મેનેજમેન્ટ પ્રતિ આદરભાવ ધરાવે છે, ગર્વ મેહસૂસ કરે છે અને સંસ્થા માટે Happy Brand Ambassador નું કામ કરે છે.

 

તેથી Employee Engagement Activity ઓછા ખર્ચે Productivity and Profitability વધારવાનો શ્રેષ્ઠ ઉપાય છે અને લાંબા ગાળા એક special  company culture  વિકસે છે . કંપની નાની છે કે મોટી તેનાથી કશો ફરક નથી પડતો ફક્ત HR manager અને Event planner દમદાર હોવા જોઈએ .

 

ઇકુચી નો ટહુકો - '' open mind is progressive mind ''



CA Siddharth Bhatt     #           Issue/Happy Staff/ 11

 

 

Comments

Post a Comment

Popular posts from this blog

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ? (Cost Saving ideas to increase profit)

  Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ?   (Cost Saving ideas to increase profit) રાજુ ભાઈ ના બે ધંધા છે . ( ૧ ) એન્જિનિરીંગ પાર્ટ પિસ્ટન અને પુલી manufacturing ( ૨ ) Testing & કન્સલ્ટન્સી ઓફ એન્જિનિરીંગ . જેમ કે , Density ટેસ્ટ , Material કોમ્પોઝિશન ટેસ્ટ , વગેરે . બંને યુનિટ સેપરેટ છે, રાજકોટ મા ત્રિલોક engineering ના નામથી . પાછલા વર્ષે ટર્ન ઓવર ૫૦ કરોડ હતું અને નફો ૫ કરોડ ચોપડા ઉપર . આ વર્ષે ૫૦ % ધંધા down છે અને ખર્ચા તો એટલા જ રહ્યા છે ખાલી material purchase ઓછું થયું છે .   રાજુ ભાઈ એન્જીનીરીંગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે , પણ ધંધા ની બીજી બાબતો મા expert નહિ , હવે આ સમય મા ન તો ધંધો વધે છે ન તો ખર્ચો ઘટે છે , ભાવ વધારે લઇ શકાય એમ નથી , જુના કર્મચારીઓ ને કાઢી શકાય એમ નથી તો આ બધી મર્યાદા વચ્ચે મારી પાસે નફાકારકતા કઈ રીતે વધારી શકું ? અમે ચર્ચા મા કહ્યું શું રાજુ ભાઈ તમે તમારા બંને વ્યવસાય મા waste management ઉપર ધ્યાન આપ્યું ...

રસોઈ કા રાજા ઠગ ? ( How IPO and Bank Loan fraud has taken place by an expert)

 રસોઈ કા રાજા ઠગ  ?   ( How IPO and Bank Loan fraud has taken place by an expert) IPC ૪૨૦ - ઠગાઈ ની કલમ છે . ભારત એક ખેતી પ્રધાન દેશ છે , ૬૦% વસ્તી ખેતી પર નભે છે એમાંથી ખાસ કરીને નોર્થ ઇન્ડિયા ના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા , બિહાર , ઉત્તર પ્રદેશ . ઘઉં અને ચોખા ત્યાંના મુખ્ય પાકો . ૧૯૯૬ મા કૃષ્ણ નગરી મથુરા મા એક rice mill નો પાયો નંખાય છે ૨૦૧૩ મા યુદ્ધ નગરી બક્સર , બિહાર મા wheat mill નો શંખનાદ થાય છે . કુલ પ્રોસેસીંગ કૅપેસિટી ૩ લાખ ટન વર્ષે , ઘઉં અને ચોખા માટેની. ગરીબ ખેડૂત ના મનમાં આશા જાગે છે કે ફેક્ટરી આવાથી અમને સારો ભાવ મળશે . વળી પાછું , પ્રોડક્ટ નું નામ પણ 'રસોઈ કા રાજા' બ્રાન્ડ .   Usher એગ્રો કંપની ના MD & CFO છે વી.કે.ચતુર્વેદી , જે એક C A છે એટલે ભેજું તો ગજબ નું . IPO આવે છે ૨૦૦૬ મા .   વર્ષ ૨૦૦૫ મા વેચાણ ૩૮ કરોડ અને ૨૦૧૦ મા ૩૪૨ કરોડ , હનુમાન કૂદકો કેમકે ડ્રાઈવર એક શેતાની દિમાગ વાળા હતા . સંસ્થા ISO ૯૦૦૧:૨૦૦૦, HACCP સર્ટિફાય , એટલે ગુણવતા નું તો જોવાનું જ નહિ ! વળી પાછી સ્ટોક માર્કેટ મા લિસ્ટેડ, એટલે સૌથી વધુ ઓડિટ થાય અને નાણા...

ચાઇના મને કેમ આકર્ષે છે ?