શું સરકાર ની ઉદ્યોગ નીતિઓ અને સ્કીમો મારા ધંધા માટે ઉપયોગી છે ? ( Is Industrial Policy Useful to me )
શું સરકાર ની ઉદ્યોગ નીતિઓ અને સ્કીમો મારા ધંધા માટે ઉપયોગી છે ? (Is Industrial Policy Useful to me )
દર પાંચ વર્ષે / સમયાંતરે કેન્દ્ર અને રાજ્ય સરકારો ઔદ્યોગિક નીતિઓ અને સ્કીમો જાહેર કરતા હોય છે અને બજેટ પણ ફાળવે છે. ઘણી વાર આપણને એવું લાગતું હોય છે કે આ બધી ખાલી જાહેરાતો છે ને મારા માટે કશું નથી ! પણ આ સાચું નથી .
સરકાર ના ઉદેશો સારા હોય છે પરંતુ તેનું
અમલીકરણ બિન કાર્યક્ષમ હોય છે એટલે કે effective
નથી હોતું .વેપારીઓ ને સરકારી સ્કીમો વિષે પૂરતી માહિતી નથી હોતી અથવા તો અડધી પઢતી માહિતી હોય છે , અને સંપૂર્ણ માહિતી મેળવવાનો અને તેનું એનાલિસિસ કરવાનો સમય રહેતો નથી. તેથી ઘણીવાર કન્સલ્ટન્ટ ની મદદ લેતા હોય છે અને આ ખુબ જટિલ, કંટાળાજનક અને લાંબી પ્રક્રિયા હોય છે ને લાભ મળે ત્યાં સુધી માં તો ખર્ચો વેપારીએ પોતાના ખાતા માંથી ચૂકવી દીધા હોય છે. પાછું કોઈ ક્વેરી આવે એટલે ઇસ્યુ પેન્ડિંગ ! ને પછી શરુ થાય લેતી દેતી .
એટલે આ બધી ભેજામારી મા જેન્યુઈન અને સરળ ધંધાદારી પડતા નથી ને છેવટે મળતીયાઓ / અયોગ્ય લોકો સ્કીમ નો લાભ લઇ લેતા હોય છે અથવા બજેટ વણવપરાયેલું પડી રહે છે, આનો ખ્યાલ CAG
ના રિપોર્ટ ઉપરથી મળે .
આ વિસંગતતા દૂર કરવા માટે અને આપણા ધંધા - ઉદ્યોગો ને organised અને આત્મનિર્ભર બનાવવા માટે CM
ને Business
Advisory Committee (BAC) બનાવવાનું proposal આપણા સૌના વતી આપેલ છે. આ BAC મા ફક્ત ઉદ્યોગકારો અને વ્યાવસાયિકો જ હશે અને આ ૧૫ લોકો ની કમિટી વિવિધ કાર્ય ક્ષેત્ર માંથી આવશે ને સીધી CM સાથે ધંધા રોજગાર ને લગતા પ્રશ્નો , તકો , ને સહાય ને લગતા મુદ્દા રજુ કરશે . જેથી કરી CM / ઉધોગ મંત્રી ને ગ્રાઉન્ડ રિયાલિટી નો વધુ સારો ખ્યાલ આવે . કારણ કે મોટા ભાગના ઔદ્યોગિક વિભાગ ના સરકારી અધિકારીઓ
ને ફેક્ટરી/ઑફિસ કઈ રીતે ચાલે તેનો પ્રત્યક્ષ અનુભવ હોતો નથી તેથી ઊંટવૈધુ જેવી સ્થિતિ સર્જાય છે તેથી BAC - વેપાર મિત્ર કમિટી બનવી જોઈએ
તો યોગ્ય ફાયદો થાય.
investor facilitation portal , Index B વગેરે જગ્યા એ થી પ્રાથમિક માહિતી મળી રહે છે પણ
હજુ વધારે પ્રયાસ કરવા પડે કેમ કે આપણે વૈવિધ્યસભર વસ્તી અને ધંધા રોજગાર છે, એકલી સરકાર થી ધાર્યું પરિણામ ના મળે.
આ વખત ની પોલિસી મા R & D , Expansion
, Marketing , IT - ERP , Skill development માટે capital , interest subsidy , land leasing ની જોગવાઈઓ છે એટલે કે supply side ઉપર focus છે પણ જો demand જ ના હોય માર્કેટ મા તો ટૂંકા ગાળા માટે આ યોજના બિનઉપયોગી , પણ લાંબા ગાળા માટે સારી છે.
નાની મોટી અડચણ , સમય નો વ્યય થશે પણ cost
- benefit analysis કર્યા પછી ફાયદાકારક જણાય તો લાભ અચૂક લેવો જોઈએ કેમ કે આપણે લાભ નહિ લઈએ તો ધુતારા તો બેઠા જ છે.
ઇકુચી નો ટહુકો - ''
ઘરના છોકરા ઘંટી ચાટે ને પારકા ને લોટ ''
CA Siddharth Bhatt # Issue/Policy/ 10

This comment has been removed by the author.
ReplyDeleteRight
ReplyDelete