Skip to main content

શું સરકાર ની ઉદ્યોગ નીતિઓ અને સ્કીમો મારા ધંધા માટે ઉપયોગી છે ? ( Is Industrial Policy Useful to me )

 

શું સરકાર ની ઉદ્યોગ નીતિઓ અને સ્કીમો મારા ધંધા માટે ઉપયોગી છે ?    (Is Industrial Policy Useful to me )

દર પાંચ વર્ષે / સમયાંતરે કેન્દ્ર અને રાજ્ય સરકારો ઔદ્યોગિક નીતિઓ અને સ્કીમો જાહેર કરતા હોય છે અને બજેટ પણ ફાળવે છે. ઘણી વાર આપણને એવું લાગતું હોય છે કે બધી ખાલી જાહેરાતો છે ને મારા માટે કશું નથી ! પણ સાચું નથી .

સરકાર ના ઉદેશો સારા હોય છે પરંતુ તેનું  અમલીકરણ બિન કાર્યક્ષમ હોય છે એટલે કે effective નથી હોતું .વેપારીઓ ને સરકારી સ્કીમો વિષે પૂરતી માહિતી નથી હોતી અથવા તો અડધી પઢતી માહિતી હોય છે , અને સંપૂર્ણ માહિતી મેળવવાનો અને તેનું એનાલિસિસ કરવાનો સમય રહેતો નથી. તેથી ઘણીવાર કન્સલ્ટન્ટ ની મદદ લેતા હોય છે અને ખુબ જટિલ, કંટાળાજનક અને લાંબી પ્રક્રિયા હોય છે ને લાભ મળે ત્યાં સુધી માં તો ખર્ચો વેપારીએ પોતાના ખાતા માંથી ચૂકવી દીધા હોય છે. પાછું કોઈ ક્વેરી આવે એટલે ઇસ્યુ પેન્ડિંગ ! ને પછી શરુ થાય લેતી દેતી .

એટલે બધી ભેજામારી મા જેન્યુઈન અને સરળ ધંધાદારી પડતા નથી ને છેવટે મળતીયાઓ / અયોગ્ય લોકો સ્કીમ નો લાભ લઇ લેતા હોય છે અથવા બજેટ વણવપરાયેલું પડી રહે છે, આનો ખ્યાલ CAG ના રિપોર્ટ ઉપરથી મળે .


વિસંગતતા દૂર કરવા માટે અને આપણા ધંધા - ઉદ્યોગો ને organised અને આત્મનિર્ભર બનાવવા માટે CM ને Business Advisory Committee (BAC) બનાવવાનું proposal આપણા સૌના વતી આપેલ છે. BAC મા ફક્ત ઉદ્યોગકારો અને વ્યાવસાયિકો હશે અને ૧૫ લોકો ની કમિટી વિવિધ કાર્ય ક્ષેત્ર માંથી આવશે ને સીધી CM સાથે ધંધા રોજગાર ને લગતા પ્રશ્નો , તકો , ને સહાય ને લગતા મુદ્દા રજુ કરશે . જેથી કરી CM / ઉધોગ મંત્રી ને ગ્રાઉન્ડ રિયાલિટી નો વધુ સારો ખ્યાલ આવે . કારણ કે મોટા ભાગના ઔદ્યોગિક વિભાગ ના સરકારી અધિકારીઓ  ને ફેક્ટરી/ઑફિસ કઈ રીતે ચાલે તેનો પ્રત્યક્ષ અનુભવ હોતો નથી તેથી ઊંટવૈધુ જેવી સ્થિતિ સર્જાય છે તેથી BAC - વેપાર મિત્ર કમિટી બનવી જોઈએ  તો યોગ્ય ફાયદો થાય.

investor facilitation portal , Index B વગેરે જગ્યા થી પ્રાથમિક માહિતી મળી રહે છે પણ હજુ વધારે પ્રયાસ કરવા પડે કેમ કે આપણે વૈવિધ્યસભર વસ્તી અને ધંધા રોજગાર છે, એકલી સરકાર થી ધાર્યું પરિણામ ના મળે.

વખત ની પોલિસી મા R & D , Expansion , Marketing , IT - ERP , Skill development માટે capital , interest subsidy , land leasing ની જોગવાઈઓ છે એટલે કે supply side ઉપર focus છે પણ જો demand ના હોય માર્કેટ મા તો ટૂંકા ગાળા માટે યોજના બિનઉપયોગી , પણ લાંબા ગાળા માટે સારી છે.

નાની મોટી અડચણ , સમય નો વ્યય થશે પણ cost - benefit analysis કર્યા પછી ફાયદાકારક જણાય તો લાભ અચૂક લેવો જોઈએ કેમ કે આપણે લાભ નહિ લઈએ તો ધુતારા તો બેઠા છે.

 

ઇકુચી નો ટહુકો - '' ઘરના છોકરા ઘંટી ચાટે ને પારકા ને લોટ ''


CA Siddharth Bhatt     #           Issue/Policy/ 10


Comments

Post a Comment

Popular posts from this blog

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ? (Cost Saving ideas to increase profit)

  Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ?   (Cost Saving ideas to increase profit) રાજુ ભાઈ ના બે ધંધા છે . ( ૧ ) એન્જિનિરીંગ પાર્ટ પિસ્ટન અને પુલી manufacturing ( ૨ ) Testing & કન્સલ્ટન્સી ઓફ એન્જિનિરીંગ . જેમ કે , Density ટેસ્ટ , Material કોમ્પોઝિશન ટેસ્ટ , વગેરે . બંને યુનિટ સેપરેટ છે, રાજકોટ મા ત્રિલોક engineering ના નામથી . પાછલા વર્ષે ટર્ન ઓવર ૫૦ કરોડ હતું અને નફો ૫ કરોડ ચોપડા ઉપર . આ વર્ષે ૫૦ % ધંધા down છે અને ખર્ચા તો એટલા જ રહ્યા છે ખાલી material purchase ઓછું થયું છે .   રાજુ ભાઈ એન્જીનીરીંગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે , પણ ધંધા ની બીજી બાબતો મા expert નહિ , હવે આ સમય મા ન તો ધંધો વધે છે ન તો ખર્ચો ઘટે છે , ભાવ વધારે લઇ શકાય એમ નથી , જુના કર્મચારીઓ ને કાઢી શકાય એમ નથી તો આ બધી મર્યાદા વચ્ચે મારી પાસે નફાકારકતા કઈ રીતે વધારી શકું ? અમે ચર્ચા મા કહ્યું શું રાજુ ભાઈ તમે તમારા બંને વ્યવસાય મા waste management ઉપર ધ્યાન આપ્યું ...

રસોઈ કા રાજા ઠગ ? ( How IPO and Bank Loan fraud has taken place by an expert)

 રસોઈ કા રાજા ઠગ  ?   ( How IPO and Bank Loan fraud has taken place by an expert) IPC ૪૨૦ - ઠગાઈ ની કલમ છે . ભારત એક ખેતી પ્રધાન દેશ છે , ૬૦% વસ્તી ખેતી પર નભે છે એમાંથી ખાસ કરીને નોર્થ ઇન્ડિયા ના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા , બિહાર , ઉત્તર પ્રદેશ . ઘઉં અને ચોખા ત્યાંના મુખ્ય પાકો . ૧૯૯૬ મા કૃષ્ણ નગરી મથુરા મા એક rice mill નો પાયો નંખાય છે ૨૦૧૩ મા યુદ્ધ નગરી બક્સર , બિહાર મા wheat mill નો શંખનાદ થાય છે . કુલ પ્રોસેસીંગ કૅપેસિટી ૩ લાખ ટન વર્ષે , ઘઉં અને ચોખા માટેની. ગરીબ ખેડૂત ના મનમાં આશા જાગે છે કે ફેક્ટરી આવાથી અમને સારો ભાવ મળશે . વળી પાછું , પ્રોડક્ટ નું નામ પણ 'રસોઈ કા રાજા' બ્રાન્ડ .   Usher એગ્રો કંપની ના MD & CFO છે વી.કે.ચતુર્વેદી , જે એક C A છે એટલે ભેજું તો ગજબ નું . IPO આવે છે ૨૦૦૬ મા .   વર્ષ ૨૦૦૫ મા વેચાણ ૩૮ કરોડ અને ૨૦૧૦ મા ૩૪૨ કરોડ , હનુમાન કૂદકો કેમકે ડ્રાઈવર એક શેતાની દિમાગ વાળા હતા . સંસ્થા ISO ૯૦૦૧:૨૦૦૦, HACCP સર્ટિફાય , એટલે ગુણવતા નું તો જોવાનું જ નહિ ! વળી પાછી સ્ટોક માર્કેટ મા લિસ્ટેડ, એટલે સૌથી વધુ ઓડિટ થાય અને નાણા...

ચાઇના મને કેમ આકર્ષે છે ?